ગુજરાતના આ શહેર પર મોટું જોખમ! ચીન-પાકિસ્તાન બધાને પછાડીને આ મામલે એશિયામાં ટોપ પર
ભારતમાં સામાન્ય રીતે જોઈએ તો દિલ્હી વાયુ પ્રદૂષણ માટે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે જે ડેટા સામે આવ્યો છે તે મુજબ દિલ્હી એશિયાના ટોપ 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ નથી. ગુજરાતનું એક એવું શહેર યાદીમાં સામેલ છે જે પોતાની લીલોતરી માટે પહેલા પ્રખ્યાત હતું. પરંતુ હવે વાયુ પ્રદૂષણમાં અવ્વલ નંબરે છે. ભારતમાં સામાન્ય રીતે જોઈએ તો દિલ્હી વાયુ પ્રદૂષણ માટે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે જે ડેટા સામે આવ્યો છે તે મુજબ દિલ્હી એશિયાના ટોપ 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ નથી. વિશ્વ વાયુ ગુણવત્તા સૂચકાંક (Air Pollution AQI Level) ના આધારે સોમવારે ઉપલબ્ધ આંકડા મુજબ યાદીમાં ચીનમાંથી 5, મંગોલિયામાંથી એક અને અન્ય 4 શહેર ભારતના સામેલ છે. ગુજરાતનું આ શહેર સૌથી ટોપ પર નવા આંકડા મુજબ ગુજરાતનું પાટનગર ગાંધીનગર વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 723 સાથે પ્રદૂષણના ખતરનાક સ્તરે જોવા મળ્યું. જે યાદીમાં ટોપ પર છે. આ રિપોર્ટમાં ગાંધીનગર બાદ પાન બજાર, ગુવાહાટી (665), ખિંડીપાડા- ભાંડુપ પશ્ચિમ મુંબઈ (471) અને ભોપાલ ચાર રસ્તા, દેવાસ (315) સામેલ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આ શિયાળામાં દિલ્હી-એનસીઆરમાં હવા, પહેલા કરતા વધુ ચોખ્ખી જોવા મળી છે અને 2018 બાદ આ વખતે સૌથી સ્વચ્છ હવા જોવા મળી. યુએસ-ઈપીએ 2016 માપદંડ દ્વારા પરિભાષિત ઈન્ડેક્સ સ્કેલ મુજબ 0 અને 50 વચ્ચે AQI ને સારો, 51-100 મધ્યમ, 101-150 સંવેદનશીલ સમૂહો માટે બિનઆરોગ્યપ્રદ, 151-200 અસ્વસ્થ, 201-300 ખુબ અસ્વસ્થ અને 300+ 'ખતરનાક' માનવામાં આવે છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરમેન્ટ (CSE) એ વાયુ પ્રદૂષણના સ્તરના પોતાના નવા વિશ્લેષણમાં દાવો કર્યો છે કે 2018માં મોટા પાયે નિગરાણી શરૂ થયા બાદથી આ શિયાળામાં દિલ્હી-એનસીઆર વિસ્તારમાં સૌથી સ્વચ્છ હવા જોવા મળી છે. CSE ના રિપોર્ટમાં કહેવાયું છે કે 2007માં શરૂ થયેલા વિશ્વ વાયુ ગુણવત્તા સૂચકાંક પરિયોજનાનો હેતુ નાગરિકો માટે વાયુ પ્રદૂષણ જાગૃતતાને વધારવાનો અને એકીકૃત તથા વિશ્વવ્યાપી વાયુ ગુણવત્તાની જાણકારી પ્રદાન કરવાનો છે.
